
ચોરે સૈફ અલી ખાનને માથા ગળે અને પીઠ પર કુલ છ ઘા માર્યા છે. હાલ સૈફ અલી ખાન મુંબઈની લીલાવતી હોસ્પિટલ ખાતે દાખલ છે ત્યાં તેની સારવાર ચાલી રહી છે, ત્યાં કુલ ત્રણ સર્જરી કરવામાં આવશે.
સૈફ અલી ખાન પર રાતના ૨:૩૦ વાગ્યા ના સમયે પોતાના મુંબઈ સ્થિત ઘરમાં હુમલો થયો છે. મુંબઈ પોલીસ અનુસાર તેમની રાત્રે 3:30 વાગ્યે લીલાવતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ,ત્યાં તેમની સર્જરી કરવામાં આવી હતી .હાલ પોલીસ એ જાણવાના પ્રયત્નો કરી રહી છે કે આ હુમલો કોણ કર્યો છે અને શેના માટે કરેલો છે.
આ હુમલામાં તેના પર છ વખત છરીથી હુમલો કરવામાં આવેલો છે જેમાં બે ઘા ઉંડા છે કરોડની નજીક એક ઘા થયો છે તેમની સારવાર મુંબઈની લીલાવતી હોસ્પિટલ ખાતે થઈ રહેલી છે.
જ્યારે સૈફ અલી ખાન પર હુમલો થયો ત્યારે કરીના કપૂર ક્યાં હતી ?
Instagram ની પોસ્ટ અનુસાર જ્યારે સૈફ અલી ખાન પર હુમલો થયો ત્યારે તેની પત્ની કરીના કપૂર પોતાની બહેન કરિશ્મા કપૂર સોનમ કપૂર અને રીહા કપૂર સાથે ગર્લ્સ નાઈટ આઉટ કરી રહી હતી જે તેને instagram માં પોસ્ટ મૂકેલી હતી, જે હાલ વાયરલ થઈ રહી છે