Gujarat Fast

માત્ર સો રૂપિયા માટે પેટ્રોલ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો: રાજકોટમાં વધી રહેલો અસામાજિક તત્વોનો આતંક

મકરસંક્રાંતિ ને રાત્રે ચાની હોટલ પર સો રૂપિયા ના લીધેલી થઈ રકઝકના કારણે ચાની હોટલ પર ચાર શખ્સોએ હોટલમાં પેટ્રોલ બોમ્બ થી હુમલો કર્યો.

રાજકોટના ખોડીયાર નગરમાં રહેતા અને યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક પાસે નકલંક ટી સ્ટોલ નામે હોટલ ધરાવતા મુન્નાભાઈ સિરોડીયા ઉંમર વર્ષ 40 મકરસંક્રાંતિની રાત્રે પોતાની હોટલ પર હતા ત્યારે તે બાજુના આવાસ કોટર્સમાં રહેતા જયદીપ રામાવત નામનો વ્યક્તિ ગયો હતો. અને ચાની હોટલની સાથે પાનની દુકાન હતી ત્યાંથી તેને ફાકી ખરીદી હતી. ત્યારબાદ પાનની દુકાન સંભાળી રહેલા સાહિલ નામના યુવક સાથે તેમને સો રૂપિયા ને લીધે રકજક થઈ હતી.

વાત એમ હતી કે જયદીપ એ પાન ની દુકાને સો રૂપિયા આપ્યા એનું રટણ કર્યું હતું. જ્યારે પાનની દુકાન ચલાવનાર સાહિલ એવું કહ્યું હતું કે તમે ₹50 આપેલા છે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી તે સાંભળીને હોટલના માલિક મુન્નાભાઈ એ ,સાહિલ એવું કહ્યું હતું કે તું જયદીપને સો રૂપિયા પાછા આપી દે એ મામલે જયદીપ ઉગ્ર થતા બોલ્યો કે તમે પહેલા સીસીટીવી ચેક કરો પછી વાત કરો.

હોટલ પર ભીડ હોવાના કારણે હોટલ માલિકે સીસીટીવી જોવાનો સમય નથી એવું કહેતા જયદીપ જયદીપ એ cctv જ જોવાની વાતને લઈને મામલો ઉગ્ર બનાવ્યો હતો. ત્યારબાદ જયદીપ એ પોતાના એક મિત્રને ફોન કરી બોલાવે છે અને ત્યારે તે શખ્સ આવે છે અને બંને એ ઝઘડો કર્યો હતો. ત્યાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને લોકો તેમને માર મારશે ,એવા ભય ના લીધે બંને નાસી ભાગ્યા હતા ,લોકોના આક્રોશ જોઈને જયદીપ પોતાનું વાહન પણ ત્યાંથી લઈ શક્યો ન હતો.

તેમાં થોડી વાર બાદ સોડાની બોટલમાં પેટ્રોલ ભરી, તેમાં વાટ બનાવી, તેને સળગાવી અને હોટલ તરફ ફેંકી હતી. બોટલને નીચે ફેંકતા ની સાથે જ તે ધડાકાભેર ફૂટી હતી. હાલ પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે.

DCP જગદીશ બાંગરવા ZONE (૨)એ જણાવ્યું હતું કે , મકરસંક્રાંતિ ને રાતે નકલંગ હોટલ પર 100 રૂપિયાની બાબતમાં રકજક થઈ હતી. જેમાં થોડીવાર પછી રાત્રે 1 વાગ્યાની આસપાસ આરોપીઓ આવી અને જવલનસીલ પદાર્થ વડે હોટલ પર આગ લગાવવા પ્રયત્ન કર્યો હતો. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ આરપીઓ સામે ગુનો નોંધી ,આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Exit mobile version